Sunday, May 4, 2025

નાની વાવડી પ્રાથમિક શાળાના શિક્ષક પાટીદાર રત્ન એવોર્ડથી સન્માનિત થયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : નમસ્કાર ગુજરાતના સહયોગથી અને ડો. કલ્પેશ પટેલ આયોજીત‌ સમગ્ર ગુજરાત પાટીદાર રત્ન સન્માન સમારોહ – ૨૦૨૨ નું આયોજન સ્વામીનારાયણ વિદ્યાધામ -હાથીજણ અમદાવાદ ખાતે તા. ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું આગવું પ્રદાન આપી પોતાની વિશેષ ઓળખ ઉભી કરનાર ૧૪૩ પાટીદાર રત્નોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

શિક્ષણક્ષેત્રે નવીન કાર્ય કરનાર સમગ્ર ગુજરાતમાંથી ૧૯ જેટલા પાટીદાર શિક્ષક ભાઈ બહેનોને પણ આ એવોર્ડ આપવામાં આવ્યા હતાં જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના ઈનોવેટીવ શિક્ષક અશોકભાઈ કાંજીયાની પસંદગી થતા તેમને સ્વામિનારાયણ વિદ્યાધામ-હાથીજણના સંસ્થાપક શ્રીજી સ્વામી તથા ગૌભક્ત કાલીદાસજીબાપુ-આનંદાશ્રમ દેકાવાળાના હસ્તે પાટીદાર રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ મળતા અશોકભાઈ કાંજીયાએ પોતાનું ગામ, શાળા તથા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે જે બદલ તેમને સમગ્ર શાળા પરિવાર તેમજ મોરબી જિલ્લા પાટીદાર પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW