Friday, May 2, 2025

હળવદ ભાજપ અગ્રણીના જન્મદિવસની અનેકવિધ કાર્યક્રમો થકી પ્રેરણાદાયી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

હળવદ શહેરના સામાજીક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ સવારે ગૌશાળામાં ગૌમાતા અને અબોલ જીવો માટે નીરણ નાખવામાં આવી હતી તેમજ હળવદ શહેરમાં નિઃશુલ્ક હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન રાજધોરજી હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં દર્દીઓને કર્ડિયોગ્રામ, ડાયાબિટીસ તેમજ બ્લડપ્રશર જેવી તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી અને કેમ્પનો 115 દર્દીઓએ લાભ લીધો હતો. આ દરમિયાન માલણીયાદના નિવાસી એક દર્દી તપાસ માટે આવતા તેઓને તે સમયે હૃદયરોગનો હુમલો ચાલુ હોવાનું જાણવા મળતા તાત્કાલિક વધુ સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં લાભ લીધેલ દર્દીઓમાંથી 50 કરતા વધુ દર્દીઓને આગળની સારવારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત નવજીવન વિકલાંગ સેવાશ્રમ ખાતે દિવ્યાંગ બાળકો સાથે પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હ્રદયની તપાસના કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારીયા, દિપકદાસ મહારાજ, બિપીનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, ડો. સી.ટી. પટેલ, મામલતદાર નાનજીભાઈ ભાટી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જીગ્નેશભાઈ કૈલા, રજનીભાઇ સંઘાણી, અજયભાઇ રાવલ, ભાવેશભાઈ ઠક્કર, ઉર્વશીબેન પંડ્યા, ડો. બી. ટી. માલમપરા, ડો. ભાવિનભાઈ ભટ્ટી, રાજભા રાણા, રમેશભાઈ ભગત, હીતેનભાઈ ઠક્કર સહિત સરકારી હોસ્પિટલના તમામ તબીબો સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો સહિત હળવદના ફ્રેન્ડસ યુવા ગ્રુપ સહિત વિવિધ સામાજિક અને રાજકીય ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તપનભાઈના જન્મદિવસની આ પ્રેરણાદાયી ઉજવણીને સફળ બનાવવા માટે તપનભાઈએ તેઓના મિત્રવર્તુળ, પત્રકારમિત્રો, વિવિધ સામાજિક સંગઠનોના હોદ્દેદારો તેમજ આયુષ હોસ્પિટલ ડોકટરોની ટીમનો અને આ કેમ્પને સફળ બનાવનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW