Sunday, March 8, 2026

મોરબીના લેન્કો એલ્યુમિની એસોસિયેશનની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ મોરબી ખાતે તાજેતરમાં કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન લેન્કો એલ્યુમિની એસોસિયેશનની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ એલ ઈ કોલેજ પ્રિન્સીપાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

વિદાય લેતા પ્રમુખ લેન્કો જનકભાઈ પટેલ અને સેક્રેટરી લેન્કો બાબુભાઈ વાઘાણી દ્વારા નવી ટીમમાં પ્રમુખ તરીકે લેન્કો અમૃત મેનપરા, ઉપપ્રમુખ તરીકે લેન્કો હસમુખ ઉભડીયા, સેક્રેટરી તરીકે લેન્કો જયદેવ શાહ અને લેન્કો નરસંગ હુંબલની નિયુક્તિ કરવામાં આવી હતી અને લેન્કો બાબુભાઈ વાઘાણીને ગ્લોબલ કોર્ડીનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે લેન્કો એલ્યુમિની એસોસિયેશન મોરબી ચેપ્ટરના પ્રમુખ તરીકે લેન્કો પરેશ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ સંસ્થાની ૧૯૯૫ માં સ્થાપના કરવામાં આવી છે. સ્થાપક પ્રમુખ અને આ એસોસિયેશનના સ્વપ્ન દ્રષ્ટા એવા હરીશભાઈ રંગવાલા  આ સંસ્થાના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે કોલેજમાં વિવિધ વિદ્યા શાખાઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતાં વિધાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.

હાલ વિવિધ વિદ્યા શાખાઓ અને વિષયોમાં કુલ ૧૨ ગોલ્ડ મેડલ આપવામાં આવે છે તદુપરાંત કોલેજમાં હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નાની મોટી તમામ જરુરીયાતોને પહોંચી વળવા લેન્કો એલ્યુમિની એસોસિયેશન સતત પ્રયત્નશીલ રહે છે તેમજ નજીકના ભવિષ્યમાં કોલેજ કેમ્પસ ખાતે એક આદર્શ લાયબ્રેરી બનાવવાનું આયોજન છે જેમાં કોલેજમાં ભણાવવામાં આવતા વિષયોના અદ્યતન પુસ્તકો, મેગેઝિન તથા જર્નલ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે સંસ્થા દ્વારા યોજવામાં આવેલ પહેલા ગોલ્ડ મેડલ ફંકશન અને કોલેજના ભુતપૂર્વ પ્રિન્સીપાલ એન આર દવેએ પોતાના કાર્યકાળ દરમિયાન કોલેજ અને વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આપેલી સેવાઓનું સન્માન કરતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એલ ઈ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડો. માયા વાઘવાણીએ કર્યું હતું.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW