Friday, May 2, 2025

મોરબીના નાયબ ડીપીઈઓ અને ટીપીઈઓની નિમણુંકને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ટંકારાના ટીપીઈઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ગરચરની નિમણુંક કરવામાં આવી છે અને વધારાનો નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જયારે માળીયા તાલુકામાં ટીપીઈઓ તરીકે ફરજ બજાવતા શર્મિલાબેન હુમલને ટંકારાના ટીપીઈઓ તરીકે વધારાનો ચાર્જ આપેલ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે મોરબીના ટીપીઈઓ તરીકે ફરજ બજાવતા અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો વધારાનો હવાલો સંભાળતા સી. સી. કાવર વયનિવૃત્ત થતા દિનેશભાઈ ગરચરને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટંકારામાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી તરીકે અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબીનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે અને શર્મિલાબેન બી. હુમલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માળીયાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટંકારાનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે ત્યારે દિનેશભાઈ ગરચર અને શર્મિલાબેન બી. હુમલ બંને અધિકારીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીએ આવકાર્યા છે અને શુભકામનાઓ પાઠવી છે.

Related Articles

Total Website visit

1,502,702

TRENDING NOW