Saturday, May 3, 2025

મોરબી તાલુકા પોલીસના ચોરીના ગુન્હામાં જેલમાંથી ફરાર થયેલ કેદી દ્વારકાથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્હાને અંજામ આપીને જેલમાં રહેલો કાચા કામનો કેદી વચગાળાના જામીન પરથી ફરાર થયો હતો જેને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દ્વારકા ખાતેથી ઝડપી પાડીને મોરબી જીલ્લા જેલ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકના ચોરીના ગુન્હામાં મોરબી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદી નં. 305 ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર ગત તા. 04 ફેબ્રુઆરીના રોજ વચગાળાના જામીન ઉપર મુક્ત થયા બાદ તા. 6 એપ્રિલના રોજ મુદત પૂર્ણ થયે જેલમાં હાજર ન થતા મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે દ્વારકાના ચરખલા ગામેથી ઝડપી પાડીને મોરબી જીલ્લા જેલહવાલે કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,717

TRENDING NOW