Saturday, May 3, 2025

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો. દ્વારા કાલે શનિવારે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન થશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા આવતીકાલે તા. 30 એપ્રિલને શનિવારના રોજ સવારે 08:00 થી 12:30 કલાકે વર્ષ 2022-23ની અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેકશન કરવામાં આવશે.

ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2022-23 ની સીઝન માટે શનિવારે અન્ડર-16 અને અન્ડર-14 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે યોજવામાં આવ્યું છે. આ આયોજનમાં આવનાર ખેલાડી પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા પોતાની અલાયદી ક્રિકેટ કીટ સાથે હોવી ફરજીયાત છે તેમજ 2 ફોટોગ્રાફ્સ અને એજ્યુકેશન આઈ-કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, જોબ સર્ટિફિકેટ, રેસીડેન્સીયલ પ્રૂફ અને આધાર કાર્ડ લાવવાના રહેશે. આ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈપણ 3 ડોક્યુમેન્ટ્સની કોપી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ સિલેકશનમાં માત્ર મોરબીના જ ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ સિલેક્શનમાં આવનાર દરેક ખેલાડીઓએ વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટીફીકેટ પણ સાથે રાખવાનું રહેશે તેમ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબીના કોચ નિશાંત જાનીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW