Wednesday, May 14, 2025

મોરબી મનપા દ્વારા 5 લાભાર્થીઓને ખાલી પડેલા પ્રધાનમંત્રી આવાસ ફાળવાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકા દ્વારા PMAY અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા 24 આવાસોનું વેઈટિંગ લિસ્ટ ઓપરેટ કરવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ મેળામાં ઉપસ્થિત રહેલા પૈકી 12 લાભાર્થીઓ લીગલ કરેલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા.

આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરીને નિયત થયેલ લાભાર્થીઓએ ફાળો ભરપાઈ કર્યો છે તેવા પાંચ લાભાર્થીઓને કામધેનુ બાયપાસ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના AHP ઘટક અંતર્ગત નિર્માણ થયેલા આવાસોની ફાળવણી કરવામાં આવી હતી. વેઈટિંગ લિસ્ટ મુજબ બાકી રહેતા લાભાર્થીઓને મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,503,635

TRENDING NOW