Friday, May 2, 2025

મોરબી એલસીબીએ માળીયા હાઈવે પરથી લાખોનો દારૂ ભરેલું આઈસર ઝડપી લીધું

Advertisement
Advertisement
Advertisement

રાજસ્થાનથી ભુસાની આડમાં ગાંધીધામ લઈ જવાતો હતો દારૂનો જંગી જથ્થો : 32.70 લાખનો મુદામાલ જપ્ત

માળીયા : અમદાવાદ માળીયા હાઈવે પરથી મોરબી એલસીબી ટીમે આઈસર ગાડીમાં ભુસાની આડમાં રાજસ્થાનથી કચ્છના ગાંધીધામ લઈ જવાતો લાખોનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે જેમાં એલસીબીએ 11 હજારથી વધુ દારૂની બોટલ અને 4 હજારથી વધુ બીયરના ટીન સહીત કુલ 32.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો તેમજ ટ્રકચાલકને ઝડપી પાડીને દારૂનો જથ્થો મોકલનાર અને ભરાવી આપનાર ઈસમોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાજસ્થાનથી આઈસર ગાડીમાં ભુસાની આડમાં દારૂનો જંગી જથ્થો ગાંધીધામ તરફ લઈ જવાતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે માળીયા અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન ત્યાંથી નીકળતી આઈસર ગાડીને એલસીબી ટીમે ઝડપી પાડી હતી.

આ આઈસર ગાડીમાં ભુસુ ભરેલ પ્લાસ્ટિકની બોરીઓની આડમાં છુપાવેલ મેકડોવેલ્સ-01 સુપીરીયર વ્હીસ્કીની નાની મોટી 10,536 બોટલ (કીં.રૂ. 20,37,000), રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમીયમ વ્હીસ્કીની 612 બોટલો (કીં.રૂ. 3,18,240), ગોડફાધર બિયરના 3120 ટીન (કીં.રૂ. 3,12,000) અને કિંગફીશર બિયરના 960 ટીન (કીં.રૂ. 96,000) સહીત GJ-06-ZZ-3206 નંબરની આઈસર ગાડી (કીં.રૂ. 5,00,000), એક એન્ડ્રોઈડ મોબાઇલ ફોન (કીં.રૂ. 5000) તથા રોકડા રૂપીયા 2660 મળી કુલ રૂ. 32,70,900 નો મુદામાલ મોરબી એલસીબીએ કબ્જે કર્યો હતો.

મોરબી એલસીબી ટીમે ટ્રકચાલક બળવંતસિંહ સોનારામ શાહુ (રહે. શિવાડા, શરાણીયો કી ઢાણી, તા. ચિત્તલવાના જિ. જાલોર રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો જયારે દારૂનો જથ્થો મોકલનાર વિનોદ સિંધી (રહે. વડોદરા) અને માલ ભરાવી આપનાર માધુસિંગ રાજપૂત (રહે. ઉદયપુર રાજસ્થાન) ના નામો ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને માલ મોકલનાર અને માલ ભરાવી આપનાર બંને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Total Website visit

1,502,627

TRENDING NOW