મોરબી : વિશ્વમાં કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં ગુજરાતી ન હોય, ગુજરાતી એનાં હુનર અને એની આગવી સુઝ બુઝ મહેનતથી વિશ્વ ફલક પર એક આગવી ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે ત્યારે વિશ્વ ગુજરાતી સમાજમાં મોરબીના મિતેષભાઈ ડી. દવે (ચેરમેન- મોરબી ન્યુમિસ્મેટિક કલબ) ની મોરબી જીલ્લા યુવા સંગઠન – યુથ વિંગના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી તેમના આદેશ અનુસાર, યુથ વિંગના કન્વીનર પૌરસ પટેલની અધ્યક્ષતા હેઠળ મિતેષભાઈ ડી. દવેની યુવા સંગઠન – યુથ વિંગના સોશિયલ મીડિયા ઈન્ચાર્જ તરીકે મોરબી જીલ્લામાં નિમણૂક કરવામાં આવી છે. આ બાબતે સંગઠન કો-ઓર્ડીનેટર તરીકે આકાશ પટેલ દ્વારા સંકલનની ભૂમિકા ભજવીને આ નિમણૂક જાહેર કરવામાં આવેલ છે ત્યારે મોરબીના યુવા વકીલની નિમણુકને આગેવાનોએ આવકારી શુભેચ્છાઓ પાઠવી છે.