મોરબી : પ્રદેશ ભાજપના લઘુ ઉદ્યોગ સેલમાં મોરબી જીલ્લાના સદસ્ય તરીકે સીરામીક એસોસિયેશનના વિટ્રીફાઈડ ડિવિઝનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાની નિમણુંક કરવામાં આવી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પ્રદેશ લઘુ ઉદ્યોગ સેલના સદસ્યોના નામની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના સદસ્ય તરીકે મોરબી સીરામીક એસોસિયેશનના વિટ્રીફાઈડ ડિવિઝનના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારીયાની નિમણુંક કરવામાં આવી છે જે બદલ તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.