મોરબી : રાજકોટ જીલ્લાના આટકોટ ખાતે પાટીદાર સમાજ દ્વારા કે. ડી. પરવાડીયા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે હોસ્પિટલનું લોકાર્પણ આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે નરેન્દ્ર મોદી દિલ્હીથી પ્લેનમાં રવાના થયા બાદ રાજકોટ એરપોર્ટ ખાતે ઉતર્યા હતા અને ત્યાંથી વિશેષ હેલિકોપ્ટર મારફત આટકોટ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આટકોટ ખાતે ભાજપ અગ્રણીઓ અને પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું ત્યારે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ પણ વડાપ્રધાન મોદીની શુભેચ્છા મુલાકાત લઈને સ્વાગત કર્યું હતું.