મોરબી : હાલ બિલ્ડીંગ મટીરીયલમાં લોખંડ, સિમેન્ટ, ઈંટો વગેરે મટીરીયલના ભાવમાં અતિશય વઘારો થતા બાંધકામ ક્ષેત્રમાં તેની માઠી અસર પડતા ડોમેસ્ટીક બજારમાં છેલ્લા ચાર પાંચ મહિનાથી સીરામીક ટાઈલ્સ અને સેનેટરીવેરની માંગ ૪૦ % જેવી ઘટી ગઈ છે તેમજ એક્સપોર્ટમા છેલ્લા ૧૦-૧૨ મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વઘી જવાથી એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે.
હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુધ્ધના કારણે છેલ્લા 6 મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલ હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમાં ઉત્પાદન કોસ્ટ ખુબ જ વધવાથી ચીન સામે વૈશ્ર્વિક લેવલે એક્સપોર્ટમાં પણ ટકી રહેવુ એક મોટી મુશ્કેલી છે માટે ઉદ્યોગો હાલની આવી સમસ્યામાં બજારમાં ટકી રહે તે માટે ગેસના ભાવ ઘટે તે ખુબ જ જરુરી છે જેથી મોરબીના સર્કીટ હાઉસ ખાતે સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા સહિતના ઉદ્યોગકારોએ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રૂબરૂ મળીને ગેસના ભાવ ઘટાડવા રજૂઆત કરી હતી.