મોરબી : મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજમાં મોરબીના જ્યોતિબેન હણ દ્વારા ગ્રામિણ મહિલાઓમાં આવેલ પરિવર્તનનો એક અભ્યાસ (આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનનાં સંદર્ભમાં) વિષય પર મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાં નિબંધ રજુ કરવામાં આવતા જ્યોતિબેનને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.
સોમાભાઈ ધનાભાઈ હણ તથા દેવીબેન સોમાભાઈ હણના પુત્રી જ્યોતિ સોમાભાઈ હણે સ્વસહાય જુથ દ્વારા ગ્રામિણ મહિલાઓમાં આવેલ પરિવર્તનનો એક અભ્યાસ (આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનનાં સંદર્ભમાં) વિષય ઉપર મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ સમાજ કાર્ય ભવનના ડો. ગીતાબેન લાલના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ પ્રસ્તુત કર્યો હતો. આ મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માન્યતા આપીને જ્યોતિબેન હણને પી.એચ.ડી.ની પદવી એનાયત કરેલ છે તેની આ સિધ્ધી બદલ તેમના પરિવાર સહિતના સ્નેહીજનો દ્વારા ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.