મોરબી તાલુકાના મકનસર અને ઘુંટુ ગામે બીમારીથી પીડાતી ગાયોની મોરબી એનિમલ હેલ્પલાઈન 1962 ની ટીમે સારવાર કરીને ગાયોના જીવ બચાવી લીધા હતા. આ કામગીરી બદલ 1962 ની ટીમને જીવદયાપ્રેમીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.
મોરબીનાં મકનસર નજીક બીમારીથી પીડાતી ગાયને મોરબી એનિમલ હેલ્પલાઈન 1962 ની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવતા ગૌમાતાનો જીવ બચી ગયો હતો તેમજ મકનસર અને ઘુંટુ ગામમાં એક ગાયનું આંતરડું બહાર આવી જતા જાગૃત નાગરિકે તુરંત જ 1962 કરુણા એનીમલ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો જેથી 1962ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગાયની તાત્કાલિક સારવાર કરી હતી. ટીમના ડોક્ટર વિપુલ કાનાણી તેમજ ડ્રાઈવર વિજય ધાડવીએ સરાહનીય કામગીરી કરતા જીવદયા પ્રેમીઓએ કામગીરીને બિરદાવી હતી.