માળીયા : ગુજરાત સરકારના શ્રમ અને પંચાયત મંત્રી તથા મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા આજે ગુરૂવારે મોરબી જિલ્લાના પ્રવાસે હતા તે દરમિયાન માળીયા તાલુકાના ખાખરેચી વેણાસર રોડની રીસર્ફેસીંગ કામગીરીની સરપ્રાઈઝ વિઝિટ કરીને જરૂરી સુચનો આપ્યા હતા.
આજરોજ ગુરૂવારે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ માળીયા (મીં.) તાલુકાના ખાખરેચી વેણાસર રોડ પર થતી રીસર્ફેસીંગની કામગીરીની સરપ્રાઈઝ વિઝીટ કરીને કામની ગુણવત્તા ચકાસી હતી તથા સાઈડ સોલ્ડર બાબતે જરૂરી સુચના આપી હતી. આ તકે માળીયા (મીં.) તાલુકા ભાજપના આગેવાન આર. કે. પારજીયા, માળીયા(મીં.) તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઈ દશાડીયા, કેશવજીભાઈ ગામી, ખાખરેચીના વિપુલભાઈ થડોદા, જનકભાઈ પારજીયા, જયેશભાઈ પારજીયા તથા અન્ય ગ્રામજનો પણ હાજર રહ્યા હતા.
