Friday, May 2, 2025

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા ૧૮ મો સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિત સમારોહ ગત તારીખ 12 જૂનને રવિવારના રોજ ધામધુમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ સંસ્થા દ્વારા છેલ્લા 38 વર્ષથી દર બે વર્ષે સમસ્ત બ્રહ્મ પરિવારના દીકરા તેમજ દીકરીઓ માટે સમુહ લગ્નોત્સવ તથા યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે સમારોહમાં બે યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને 22 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કર્યાં છે.

આ સમારોહમાં દીકરીઓને કરિયાવરમાં 135 થી વધુ વસ્તુ અને બટુકોને 30 થી વધુ વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવેલ છે. આ સમારોહમાં આચાર્ય પદે વિમલભાઈ જોશી, અમિતભાઈ પંડ્યા તથા આશિષભાઈ મહેતા દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ સંસ્થાના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા તથા મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર તેમજ સર્વે ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW