મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ૧૫ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું બાળવિદુષી રત્નેશ્વરી દેવીજીના વ્યાસાસને અનેરુ આયોજન કરવામા આવ્યુ છે ત્યારે કૃષ્ણ જન્મોત્સવ નિમિતે માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. આ પ્રસંગે જલારામ મંદિર-મોરબીના ટ્રસ્ટી પ્રતાપભાઈ ચગની સુપુત્રી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા (ઉપપ્રમુખ- મોરબી જીલ્લા પંચાયત), જલારામ સેવા મંડળ અગ્રણી અનિલભાઈ સોમૈયાની સુપુત્રી શ્વેતાબેન ઠક્કર (સદસ્ય-પાટડી નગરપાલીકા), જયશ્રીબેન સેજપાલ (પ્રમુખ- વાંકાનેર નગરપાલીકા), જ્યોત્સનાબેન જીતુભાઈ સોમાણી (પૂર્વ ધારાસભ્ય), ચાર્મિબેન સેજપાલ (સદસ્ય-ટંકારા તાલુકા પંચાયત), મેઘાબેન પોપટ તથા સુરભીબેન ભોજાણી (સદસ્ય- મોરબી નગરપાલીકા), સોનલબેન ઠક્કર (ચેરમેન-જસદણ નગરપાલીકા) સહીતના મહીલા અગ્રણીઓનું સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, નવીનભાઈ રાચ્છની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ.
કૃષ્ણ જન્મોત્સવના પાવન પ્રસંગના દીવસે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલીતભાઈ કગથરા, રઘુવંશી રાજકીય અગ્રણી જીતુભાઈ સોમાણી, જીલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા નયનભાઈ અઘારા, રાજકીય અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, મોરબી નગરપાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ, રાજકીય અગ્રણી મહેશભાઈ રાજ્યગુરુ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા સંસ્થાના અગ્રણીઓનુ આ તકે સાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ.
જલારામ મંદિર મહિલા મંડળ આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમા માનવ મહેરામણ ઉમટી રહ્યુ છે ત્યારે તા. ૨૯-૪-૨૦૨૨ ને શુક્રવારે રાત્રે ૯ કલાકે રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યા સ્વ. કનુભાઈ કેશવલાલ પંડિત પરિવારના સહયોગથી યોજવામા આવશે તે કાર્યક્રમ દરેક ભક્તજનોને સમયસર સહપરિવાર પધારવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.


