માળીયા : કચ્છથી કારમાં વિદેશી દારૂ જથ્થો માળીયા તરફ આવતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલી કાર સાથે જામનગરના શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ ટીમને એક ગ્રે કલરની મહીન્દ્રા રેનોલ્ટ લોગાન કાર (MH-01-AE-9553) માં ઈંગ્લીશ દારૂનો જથ્થો કચ્છથી માળીયા તરફ આવતો હોવાની બાતમી મળી હતી જે બાતમીને આધારે માળીયા પોલીસે વોચ ગોઠવતા નેશનલ હાઇવે ઉપર હરિપર ગામના પાટિયા નજીકથી બાતમીવાળી કાર પસાર થતા તેને અટકાવી તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની 168 બોટલો (કીં.રૂ. 63,000) મળી આવી હતી જેથી પોલીસે આરોપી સાહીલ ફિરોઝભાઈ મોદી (રહે. જામનગર, પિંજારાવાસ, રણજીતસાગર રોડ, નંદનવન સોસાયટીની બાજુમાં) ને ઝડપી પાડીને દારૂના જથ્થા સહીત એક ઓપો કંપનીનો રેનો 6 PRO મોડલનો એન્ડ્રોઈડ મોબાઇલ ફોન (કીં.રૂ. 20,000) તેમજ મહીન્દ્રા રેનોલ્ટ લોગાન કાર (કીં.રૂ. 2,00,000) કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.