પ્રભારીમંત્રીના હસ્તે ૩૭ લાભાર્થીઓને સનદ વિતરણ કરાયું
ટંકારા : ટંકારાના નાના ખીજડીયા ગામના લાભાર્થીઓને રાજ્યકક્ષાના પશુપાલન અને ગો સંવર્ધન તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમના હસ્તે ટંકારા ખાતે ઘરથાળના પ્લોટ ફાળવણીની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ટંકારા આઈટીઆઈ ખાતે ગુરુવારે નાના ખીજડીયા ગામના માલધારી સમાજના ૩૭ જેટલા લાભાર્થીઓને ઘરથાળના પ્લોટ ફાળવણીની સનદ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ટંકારા પડધરી વિસ્તારના માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, કલેકટર જે. બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, ટંકારા મામલતદાર શુક્લ, જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા, અરવિંદભાઈ વાંસદડિયા, મંજુલાબેન દેત્રોજા, પ્રભુભાઈ પનારા, હીરાભાઈ ટમારિયા, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, ટંકારા સરપંચ ગોરધનભાઈ ખોખાણી, માજી સરપંચ કાનાભાઈ સહિતનાઓની ઉપસ્થિતમાં માલધારી સમાજના લોકોને સનદનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા લુકા વિકાસ અધિકારી એચ. ડી. જાડેજા અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભીમાણીએ ખાસ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન છતર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું હતું.




