માળીયા (મીં.) : માળીયાના જૂના ઘાંટીલા ગામથી ખાખરેચી રોડ ઉપર ચાલતી રેતીની ઓવરલોડ ગાડીઓથી સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જેથી તાત્કાલિક ગાડીઓની અવરજવર બંધ કરાવવા માળીયા તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ મોહનભાઈ કૈલાએ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.
જે રજુઆતમાં જણાવાયું છે કે, હળવદ તાલુકાના ટીકર તથા મિંયાણી ગામથી રેતી ભરેલી ગાડીઓ જુના ઘંટીલાથી વેજલપર ખાખરેચી ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ નેશનલ સ્ટેટ હાઇવે થી રોજ અંદાજે 250 જેટલી ગાડીઓ પસાર થાય છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અવાર-નવાર અકસ્માતો થયા છે અને ઘણીવાર ડ્રાઈવરો દારૂ પીધેલી હાલતમાં ગાડીઓ બેફામ ચલાવતા હોય છે જેના કારણે તાજેતરમાં જુના ઘાંટીલા ગામે દુઃખદ ઘટના બની છે જેમાં એક ગાડીએ 70 વર્ષના વૃદ્ધાનો જીવ લીધો હતો જેથી ભવિષ્યમાં આવી બીજી ઘટનાઓ ન બને તેથી આ ગાડીઓ ચાલતી બંધ કરાવવા માંગણી છે અને જો આ ગાડીઓ તાત્કાલિક બંધ કરાવવામાં નહીં આવે તો ના છૂટકે ગ્રામજનોને સાથે રાખી જનતા રેઈડ કરશું, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી તંત્રની રહેશે જેની નોંધ લેવી.