કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત “સાંસદ ખેલ સ્પર્ધા” ઓપન કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા ઈચ્છુક ટીમોએ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ જ ભાગ લઈ શકશે.
ભુજ કચ્છના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ ટુર્નામેન્ટ માટે ભુજ કચ્છના હિરાણી સ્પોર્ટ્સ ખાતેથી ફોર્મ મેળવીને તા. 16/06/2022 ને ગુરૂવાર સુધીમાં ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે અને તા. 19/06/2022 ને રવિવારથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટની એન્ટ્રી ફી 3000 રૂપિયા રહેશે અને ટુર્નામેન્ટમાં ચેમ્પીયન ટીમને 1,01,000 રૂપિયા, રનર્સ અપ ટીમને 51,000 રૂપિયા અને મેન ઓફ ધ સિરીઝને પ્લેટીના મોટરસાયકલ આપવામાં આવશે.
ટુર્નામેન્ટના નિયમો :
• આ ટુર્નામેન્ટ શરૂ થવાના ૩૦ મિનીટ પહેલા કેપ્ટનને રીપોટીંગ કરવાની રહેશે.
• બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ સિરીઝને આકર્ષક ટ્રોફી આપવામાં આવશે.
• આ ટુર્નામેન્ટમાં દરેક મેન ઓફ ધ મેચને ઈનામ આપવામાં આવશે.
• આ ટુર્નામેન્ટ ફકત ૧૦ ઓવરની રહેશે જેમા ર ઓવરનો પાવર પ્લે રહેશે.
• આ ટુર્નામેન્ટના કોઈપણ નિયમમાં ફેરફાર કરવાનો હક આયોજકનો રહેશે.
• આ ટુર્નામેન્ટમાં શંકાસ્પદ બોલર બોલીંગ કરી શકશે નહીં.
• આ ટુર્નામેન્ટમાં કોઇપણ ટીમ મોડી પહોંચશે તો તેની અવર કાપવામાં આવશે.
• આ ટુર્નામેન્ટમાં સેમી ફાઇનલ અને ફાઇનલ ૧૨ ઓવરની રહેશે.
• આ ટુર્નામેન્ટમાં LBW સિવાય ક્રિકેટના બધા ઈન્ટરનેશનલ નિયમો લાગુ પડશે.