મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ ‘કાવ્ય કળશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ કુમાર વિશ્વાસની ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી તા. 11 ને શનિવારના રોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ સન સિટી ગ્રાઉન્ડ (હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ) ખાતે ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કવિ ડો. કુમાર વિશ્વાસ, અમિત શર્મા, કવિ ચેતન ચર્ચીત, કવિ સુમન સુબે, કવિ સુદીપ ભોલા તેમજ કવિ જાની બજરંગી સહીતના સાહિત્યકારો પણ કલાના કામણ પાથરશે ત્યારે આ કાર્યક્રમને લઈ મોરબીની જનતામાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ કવિ કુમાર વિશ્વાસને રૂબરૂ સાંભળવા સાહિત્ય રસીકોમાં પણ આતુરતા જોવા મળી રહી છે ત્યારે હાલ મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબીની જનતા પણ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહેવા ઉમિયા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.