હળવદની ગોઝારી ધટનાના મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવાઈ
મોરબી : વિશ્વ સંવાદ કેન્દ્ર એ ખુબ જાણીતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે જે માઘ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે ત્યારે સૃષ્ટિના આધ્ય પત્રકાર દેવર્ષિ નારદની જયંતિના પાવન અવસરે મોરબી જિલ્લાના વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા પ્રમાણે લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા મોરબીના પત્રકારોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 18 ને બુધવારે રાત્રે 09 કલાકે મોરબીના શનાળા રોડ પર આવેલ સરસ્વતી શિશુમંદિર શાળા ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર મોરબી જીલ્લા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત પહેલા હળવદની ગોઝારી ધટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મૌન પાડવામાં આવ્યું હતું ત્યારબાદ સંઘની વિવિધ જવાબદારી સંભાળનાર અને નિવૃત્ત બેંક કર્મચારી વિજયભાઈ રાવલ દ્વારા દેવર્ષિ નારદ વિશે જાણી અજાણી વાતો રજુ કરવામાં આવી હતી. આ તકે મોરબીના પત્રકારો સુરેશભાઈ ગૌસ્વામી, શ્રીકાંતભાઈ પટેલ, જનકભાઈ રાજા, મેહુલભાઈ ગઢવી, યોગેશભાઈ રંગપરીયા સહિતના પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંજારીયા અને મોરબી નગર સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચાએ જહેમત ઉઠાવી હતી.