મોરબી : જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આગામી તા. ૨૩ એપ્રિલને શનિવારના રોજ મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવશે.
કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા સંત લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૨૩ ને શનિવારે મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧, વ્રજ હોસ્પિટલ સામે, મોરબી ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી અને ૧૧:૩૦ કલાકે સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે તેમ પ્રમુખ ઈશ્વરભાઈ એમ રાઠોડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.