પી.એમ. કિસાન પોર્ટલ અને કોમન સર્વિસ સેન્ટરમાં આધાર સીડિંગ કરાવી શકાશે
યોજનાનો લાભ લેવા આધાર બેઝડ પેમેન્ટ કરવાનું હોવાથી લાભાર્થી ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે
મોરબી : ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વર્ષ ૨૦૧૯ થી અમલ મુકવામાં આવી છે. ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ. ૬૦૦૦/- સહાય ૩ હપ્તામાં ચુકવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબીના લાભાર્થી ખેડૂતોને ફરજિયાત બેંક ખાતા આધાર સીડિંગ કરવા અનુરોધ કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને ફરજીયાત “આધાર” સીડિંગ કરવાનું થાય છે. આ માટે લાભાર્થી જાતે પી.એમ. કિસાન પોર્ટલ પર E-KYC મોડ દ્વારા કરી શકશે અથવા નજીકના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન સુવિધા ધરાવતાં કોમન સર્વિસ સેન્ટરમાં જઈ આધાર સીડિંગ કરાવી શકશે જેનો ચાર્જ રૂ. ૧૫ લાભાર્થીએ ચૂકવવાનો રહેશે.
વધુમાં એપ્રિલ-૨૦૨૦ થી યોજનાનો લાભ આધાર બેઝડ પેમેન્ટના અનુસાર કરવામાં આવશે. અર્થાત લાભાર્થી ખેડૂતોનું જે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય તે એકાઉન્ટમાં સહાયની રકમ ચુકવવામાં આવશે જેથી જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતાને આધારકાર્ડ સાથે લીંક ન કરાવેલ હોય તેમણે સત્વરે તેમને લાગુ પડતી બેન્કનો સંપર્ક કરી આધાર સિડિંગ કરાવી લેવાનું રહેશે. ભારત સરકાર તથા રાજ્ય સરકારની સુચના અનુસાર યોજનાનો લાભ લેવા માટે આધાર અને બેંક ખાતા સાથે આધાર સિડિંગ કરાવવું ફરજીયાત હોય ખેડૂતોએ આધાર અને બેંક ખાતા આધાર સિડિંગ કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.