માળીયા : કચ્છથી એક કારમાં વિદેશી દારૂ માળીયા તરફ આવતો હોવાની બાતમીને આધારે માળીયા મિંયાણા પોલીસે નેશનલ હાઈવે પર હોનેસ્ટ ચેક પાસે વોચ ગોઠવીને એક ઈસમને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અને કુલ રૂ. 4,19,500 નો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સામજીભાઈ ઉઘરેજા અને જીગ્નેશભાઈ લાંબાને સંયુકત રીતે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની GJ-10-AC-0701 નંબરની ટોયોટા કોરોલા કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને કચ્છથી માળીયા તરફ આવે છે જે બાતમીને આધારે પોલીસે માળીયા નેશનલ હાઈવે પર હોનેસ્ટ ચેક પાસે વોચ ગોઠવીને ત્યાંથી નીકળતી કારને રોકીને તલાસી લેતા કારમાંથી રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની 84 બોટલો (કીં.રૂ. 42,000) અને ઓલ સીજન રીઝર્વ વ્હીસ્કીની 180 બોટલો (કીં.રૂ. 67,500) મળી આવી હતી જેથી પોલીસે આરોપી પૃથ્વીરાજ ગુણવંતભાઈ બગીયા (ઉં.વ. 21, રહે. રાજકોટ, કોઠારીયા મેઈન રોડ, રણુજા મંદીર આગળ, સુમંગલ પાર્ક, તા. જી. રાજકોટ) ને ઝડપી પાડીને દારૂના જથ્થા સહીત ઓપ્પો કંપનીનો F15 મોબાઈલ (કીં.રૂ. 10,000) અને GJ-10-AC-0701 નંબરની ટોયોટા કોરોલા કાર (કીં.રૂ. 3,00,00) મળી કુલ રૂ. 4,19,500 નો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.