મોરબીના નાની વાવડી ગામેથી થોડા દિવસ પહેલા એક શખ્સને પોલીસે પીસ્તોલ સાથે ઝડપી પાડયો હતો અને કાર્યવાહીના અંતે આ શખ્સને પિસ્તોલ આપનાર ઈસમનું નામ ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે.
મોરબી તાલુકાના નાની વાવડી ગામ પાસે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતો શખ્સ થોડા દિવસો પહેલા પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્જીનવાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે આરોપી જગદીશ અમરશીભાઇ રૂપાલા (ઉં.વ. 44) ની દેશી બનાવટની 15,000 ની કિંમતની પિસ્તોલ સાથે ધરપકડ કરેલ હતી અને આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુન્હામાં આરોપીને પિસ્તોલ આપનાર અમિતકુમાર શ્રીગોપાલસિંહ કેલુત (રહે. દાણિગેટ, ચંદ્રશેખર આઝાદ માર્ગ, ઉજજૈન, મધ્યપ્રદેશ) ની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.