IPL મેચ પર સટ્ટો સમતા બે ઝડપાયા,એકની સોધખોડ શરૂ.
મોરબીની જનકનગર સોસાયટી પાસે IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી અન્ય એકનું નામ ખુલતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય એ દરમિયાન જનકનગર સોસાયટી પાસે જાહેરમાં આરોપી ભાર્ગવ જયેશભાઇ મકવાણા અને મુકેશ ઠાકરશીભાઇ પટેલ તાજેતરમાં ચાલી રહેલ IPLમાં પંજાબ (PBKS) તથા રાજસ્થાન (RR) ની 20-20 ક્રિકેટ મેચ ઓનલાઈન જોઇને જુગાર રમતા હોવાની બાતમીના આધારે તપાસ કરતા સ્થળ પરથી આરોપી ભાર્ગવ અને મુકેશ મળી આવતા તેની પસેંથી રોકડ રકમ રૂ. ૧૩૦૦,મોબાઈલ નંગ ૩ કીમત રૂ.૪૪,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૪૫,૩૦૦ સાથે ઝડપી પાડ્યા હતા તો આરોપી ભાર્ગવ અને મુકેશે આરોપી જયદીપ રાચ્છ રહે-ભક્તિનગર સર્કલ રાજકોટ વાળા પાસેથી આઈડી મેળવ્યું હોવાની કબુલાત આપતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે





