Friday, May 2, 2025

માળીયાના ભાવપર બગસરા રોડનું રીપેરીંગ અને પેચવર્ક કરવા રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

માળીયા : માળીયા મીંયાણા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બગસરા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન નાગજીભાઈ પીપળીયા દ્વારા માર્ગ મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે, માળીયા (મીં.) તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો તા. 19-07-2017 ના રોજ નવો બનેલ હતો પરંતુ હાલ આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે અને મસમોટા ખાડાઓ પડી ગયા છે કેમ કે આ રસ્તો બનાવ્યો ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. આ રોડનો ગેરંટી પીરીયડ તા. 19-07-2022 ના રોજ પુર્ણ થતો હોવા છતાં રોડની હાલત ખરાબ થઈ છે જેથી તાત્કાલિક ધોરણે રોડના રીપેરીંગ અને પેચવર્કની કામગીરી શરૂઆત કરવા માંગ કરી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW