મોરબી : સુરત સેસન્સ કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપીને સુરતની ગ્રીષ્મા હત્યા કેસના દોષિત ફેનિલને ફાંસીની સજા ફટકારી છે અને ગ્રીષ્મના પરિવારને ન્યાય મળ્યો છે.
આવો જ બનાવ ગત વર્ષે જેતપુર તાલુકાના જેતલસર ગામની દીકરી સાથે પણ બન્યો હતો ત્યારે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે તે માટે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાત દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ગ્રીષ્મા હત્યાકેસમાં થોડા દિવસોની અંદર જ કેસ ચલાવીને કોર્ટ દ્વારા દોષિતને ફાંસીની સજા ફટકારાઈ છે ત્યારે પાટીદાર હિત રક્ષા સમિતિ ગુજરાતની રજૂઆત છે કે જેતલસરની દીકરીને પણ ઝડપથી ન્યાય મળે અને દીકરીને ઘરમાં ઘૂસીને ૫૦ થી વધુ છરીના ઘા ઝીંકનાર નરાધમને પણ ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.