મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ રામ પાર્ક શેરી નં 01 નાં રોડ ની હાલત ખરાબ હોય રોડ પર ગાબડા પડતા બિસ્માર હાલતમાં છે જેથી નવો રોડ બનાવવાની માંગ સાથે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના રામપાર્ક શેરી નં 01 ના રહેવાસીઓએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, રાજસાબ બેકરી વાળી શેરીમાં જ્યાં મહમદ સલીમ મસ્જીદ આવેલ છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક રહે છે જોકે વિસ્તારના રસ્તા બિસ્માર છે અને ખાડાઓ પડી ગયા છે જેથી અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. હાલ રજૂઆત કરનારના વિસ્તારની આગલી શેરીમાં રોડ બને છે જેથી રામ પાર્કમાં પણ નવો રોડ બનાવવા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.