મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્ય રેખાબેન કૈલાની ભાણી કેશવી હાર્દિક કુમાર પટેલનો આજે જન્મદિવસ હતો. ત્યારે કોઈપણ બિન જરૂરી ખર્ચ કર્યા વિના ભાણી કેશવીના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી હતી.
જેમાં મોરબીના લીલાપર રોડ પર આવેલ ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને પફ વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત બહેનો જોડાયા હતા. તથા સેવાકાર્યને બિરદાવ્યું હતું. તેમજ ભાણી કેશવીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
