વાંકાનેરના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા રાજકોટ મહાનગરમાં છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર તેમજ પૂર્વ શાસક પક્ષના નેતા રહી ચૂકેલ બાબુભાઈ ઉઘરેજા દ્વારા પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગર વોર્ડ નંબર ૩ ના કોર્પોરેટર તેમજ વાંકાનેર કોળી સમાજના અગ્રણી સ્વભાવે સરળ અને શાંત બાબુભાઈ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવા તેમજ સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. અવાર નવાર કોળી સમાજ હોય કે અન્ય સમાજ હોય કોઈ પણના નાના મોટા કામમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે અને ક્યાંકને ક્યાંક લોક ઉપયોગી રહેવાના પ્રયત્નો કરતા હોય છે.
આજે બાબુભાઈએ પોતાના ૫૧ માં જન્મદિવસ નિમિતે વાંકાનેર શહેરના બાપુના બાવલા પાસે પોતાના પરિવારના સભ્યો તેમજ અગ્રણીઓ મિત્રો સાથે મળી સેવા ગ્રુપના સહયોગથી પાણીના કુંડા, ચકલીના માળા તેમજ ચણનું વિનામૂલ્યે વિતરણ કરી અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી તેમજ બહોળી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો હતો.
(અહેવાલ : મયુર ઠાકોર)
