હળવદ શહેરની સિધ્ધિવિનાયક સોસાયટીમાં ઘરની છત ઉપરથી નીચે પડી જતા ચાર વર્ષીય બાળકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
મળતી માહિતી મુજબ હળવદની સિધ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા બહાદુરભાઇ મુણીયાનો ચાર વર્ષનો પુત્ર ક્રિષ્ના બહાદુરભાઇ મુણીયા પોતાના ઘરે રમતા રમતા ઘરની છત ઉપરથી નીચે પડી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.