Indian Lioness club morbi દ્વારા ચીફ પેટ્રોન શ્રી હિતેશભાઈ પંડયા ના જન્મદિવસ પર સાક્ષરતા વીક ની ઉજવણી.
Indian Lioness club morbi દ્વારા ચીફ પેટ્રોન શ્રી હિતેશભાઈ પંડયા ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ સાક્ષરતા વીક ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી ના આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ના પરિવાર ના 30 બાળકોને નિઃશુલ્ક CCC નો કમ્પ્યુટર નો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો હતો…..
એ કોર્સ આજરોજ પૂરો થયો એ સાથે દરેક (30) બાળકોને કોર્સના સર્ટિફિકેટ આપવામાં આવ્યાં.
આ તકે પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા એ પ્રોજેક્ટ ના દાતા શ્રી
નરેશભાઈ કાનજીભાઇ મેપાની (દુબઇ)અને સુજાતન કમ્પ્યુટર ક્લાસ ના હિનાબેન પરમાર નો ક્લબ વતી આભાર માન્યો હતો ….
ક્લબ મેમ્બર હીનાબેન પંડ્યા સુનિતાબેન દોશી પૂનમબેન હિરાણી અને કોમલબેન આચાર્ય બધાએ સાથે મળીને પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો..






