Sunday, March 8, 2026

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રવિવારથી રાહતદરે પેટ ક્લિનીકનો શુભારંભ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીનાં જીવદયા પ્રેમીઓ માટે પોતાના ઘરે રાખવામાં આવતા પાલતુ પશુ પક્ષીઓને રાહતદરે સારવાર મળી શકે તેવા હેતુથી તા. 01 મે ને રવિવારના રોજ દુકાન નં. 04, દ્વારકાધીશ કોમ્પલેક્ષ, બજાજનાં શોરૂમની બાજુમાં, ઉમિયા સર્કલ, મોરબી ખાતે કર્તવ્ય પેટ ક્લિનિક શરુ કરવામાં આવશે.

આ પેટ ક્લિનિકમાં કોઈ પણ બીમાર પ્રાણીઓની સારવાર નહીં નફા, નહીં નુકસાનનાં ધોરણે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવશે. આ ક્લિનિક થકી પશુઓના ચોક્કસ નિદાન માટે લેબોરેટરીમાં પણ 50 % નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આની સાથે સાથે વેક્સીનેશન તથા દવાઓમાં 15 થી 20 % સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો મોરબીની દરેક જીવદયા પ્રેમી જનતાને આ સેવાનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પેટ ક્લિનિકમાં બિનવારસુ અને માલિકી વગરના પશુ- પક્ષીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. 7574885747 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW