ટંકારા : આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ટંકારા દ્વારા આર્યવીર – આર્ય વીરાંગના દળ શિબિર સાથે મહિલા યોગ શિબિરનો આજે તા. 03 ને મંગળવારથી પ્રારંભ થયો છે જેમાં મોટી સંખ્યામાં બહેનો મહિલા યોગ શિબિરમાં જોડાયા છે અને આર્ય વીરાંગના શિબિરમાં 80 કરતાં પણ વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે.
આર્યવીર દળની શિબિરમાં પંડિત સુવાસ શાસ્ત્રી, ચેતનભાઇ સાપરીયા, રીતેશભાઈ પડસુંબિયા, હિરેનભાઈ ગઢવી, હિતેશભાઈ પરમાર, મનિષભાઈ ગઢવી, સેવા આપી રહ્યા છે જ્યારે મહિલા યોગ શિબિરમાં આર્ય કન્યા ગુરુકુલ રોજડના આચાર્ય શીતલજી તેમની સાથે આર્યાશાજી, ડોક્ટર સગુણાબેન અને ભાવનાબેન મહિલાઓને જીવન ઉપયોગી તમામ કૌશલ્યનું માર્ગદર્શન આપી રહ્યા છે જેમાં શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિ થાય તેવા વિષયોનું માર્ગદર્શન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ તા. 6 મે સુધી ચાલુ હોય જે કોઈ જોડાવા ઈચ્છતા હોય તો મહિલાઓ જોડાઈ શકે છે. મહિલાઓની શિબિર મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટમાં ચાલે છે જ્યારે 12 વર્ષથી ઉપરની ઉંમરના દીકરા અને દીકરીઓ માટેની શિબિર આર્ય સમાજ મંદિર ત્રણ હાટડી શેરીમાં ચાલે છે જેથી બંને શિબિરનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
