Friday, May 2, 2025

હળવદ નજીક બોડાનાં રણમાં ધોમધખતા તાપમાં કાળી મજૂરી કરતા અગરીયા પરિવારો તંત્રને વાંકે તરસ્યા !

Advertisement
Advertisement
Advertisement

અગરીયા પરિવારોને દશ દિવસે એક વખત પીવાનું પાણી મળે છે !

હળવદ નજીક આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવતા એક હજાર જેટલા અગરિયા પરિવારો 44 ડીગ્રી તાપમાન વચ્ચે પણ કાળી મજૂરી કરે છે ત્યારે અજીતગઢ ગામના બોડાના રણમાં દશ દિવસે એક વખત પીવાનું પાણી ટેન્કર દ્વારા મળે છે ત્યારે આવા વેરાન રણમાં ગરીબ અગરિયાઓ પાસે રૂપિયા 200-200 ની માંગણી કરી ટેન્કર ચાલકો છેલ્લા દસેક દિવસથી પાણી ન પહોંચાડતા હોય ત્યારે પાણીના એક ટીપાં માટે અગરિયાઓને રઝળપાટ કરવી પડે છે.

હળવદ પંથકના અજીતગઢ, જોગડ, કીડી, માનગઢ, ટીકર સહિતના જુદા જુદા વિસ્તારોમાં અંદાજે એક હજારથી વધુ અગરિયા પરિવાર દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવવાનું આકરું કામ કરે છે ત્યારે અજીતગઢ ગામ નજીક આવેલ બોડાના રણમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીના ટેન્કર બંધ કરી દેવામાં આવ્યા છે અને જો અગરિયા પરિવાર 200-200 રૂપિયા આપે તો જ પાણી પહોંચાડવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવાઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી રણમાં અગરીયા પરિવારોને પાણી પહોંચાડવાનું બંધ થતાં હાલમાં અગરિયાઓને દુર દુર સુધી પાણી માટે રઝળપાટ કરવી પડતી હોવાનું બહાર આવ્યું છે.

સરકારી જાહેરાતો અને સુવિધા માત્ર કાગળ ઉપર ?

45 ડીગ્રી તાપમાન વચ્ચે અગરીયા પરિવારો રોજી રોટી મેળવવા સમાજથી અળગા બની ધોમધખતા તાપમાં કાળી મજૂરી કરતા હોય છે અને આ ગરીબ અભણ અગરિયા પરિવારો માટે સરકાર દ્વારા પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે મસમોટી જાહેરાત કરવામાં આવે છે પરંતુ ખરા અર્થમાં અહીં આવી સુવિધા માત્ર કાગળ ઉપર જ સીમિત રહેતી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Related Articles

Total Website visit

1,502,627

TRENDING NOW