મોરબી : સમગ્ર ગુજરાતના વીસીઈ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને ગત 11 તારીખથી હડતાળ પર છે ત્યારે આગામી 25મી તારીખ સુધીમાં વીસીઈ કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સામુહિક રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી વીસીઈ કર્મચારી મહામંડળના પ્રમુખ બીપીનભાઈ ઘોડાસરાએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં કામ કરતા 400 થી વધુ વીસીઈ કર્મચારીઓ સહીત રાજ્યભરના ગ્રામ્ય કોમ્પ્યુટર ઓપરેટરો વિવિધ માંગણીઓને પગલે આંદોલન ચલાવી રહ્યા છે છતાં તેમના પ્રશ્નોનો નિવેડો લાવવા સરકાર પ્રયત્નશીલ નથી ત્યારે આગામી તા. 25 સુધીમાં માંગણીઓ નહીં સંતોષાય તો સામુહિક રાજીનામા આપવામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.