Thursday, May 1, 2025

હળવદમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી

Advertisement
Advertisement
Advertisement

હળવદ : હળવદમાં વર્ષોથી બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર કોમ્પલેક્ષ, શોપિંગ સેન્ટરો અને બિલ્ડિંગો બનાવી બાંધકામ વિભાગના નિયમોનો ઉલાળીયો કરવામાં આવે છે જેમાં હળવદના મેઈન રોડ પર આવેલ ઢવાણીયા દાદાના મંદિર પાસે બનાવવામાં આવેલ કોમ્પલેક્ષના કોઈ રેકોર્ડ નગરપાલીકા પાસે નથી તેમ છતા પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

હળવદ પંથકમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે જેની સામે જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવે તો પણ બિલ્ડરો સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. હળવદના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ પરમાર દ્વારા ગત તા. 30/12/2021 નાં રોજ હળવદ નગરપાલિકામાં આર.ટી.આઈ. મારફત માહિતી માંગવામાં આવી હતી જે અન્વયે ચીફ ઓફિસરે જણાવ્યું હતુ કે આ મામલે તમારે સ્પષ્ટતા કરવી પડશે ત્યારબાદ અરજદારે તા. 02/02/2022 ના રોજ સ્પષ્ટતા કરી હતી છતા પાલિકા દ્વારા કોઈ જવાબ ન મળતાં પ્રાદેશિક કચેરી વર્ગ 01 રાજકોટમાં પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી હતી અને અરજદાર તથા ચીફ ઓફિસરને સુનાવણી માટે તા. 15/03/2022 ના રોજ બોલાવવામાં આવ્યા હતા અને 15 દિવસમાં માહિતી આપવા હુકમ કર્યો હતો જે હુકમ અન્વયે પાલીકાએ જવાબ આપતા તા. 13/04/2022 ના પત્રથી અરજદારને કહ્યું હતું કે, આવું કોમ્પલેક્ષ અમારા રેકોર્ડમાં નથી. આથી અરજદારે તા. 20/04/2022 નાં રોજ કલેક્ટર, મામલતદાર, જિલ્લા સેવા સદન અને રાજકોટ પ્રાદેશીક કમીશ્નરને અરજી કરી ગેરકાયદેસર બાંધકામો પર કાર્યવાહી કરી દબાણ દૂર કરવા માંગ કરી હતી અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,622

TRENDING NOW