મોરબી: સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે કોલ્ડ સ્ટોરેજ ટેક્નોલોજી ઇન્ડક્શન/ આધુનિકરણ, કોલ્ડ રૂમ (સ્ટેગીંગ), સંકલિત પેક હાઉસ (સાઇઝ ૧૮ મી x ૨૨ મી), ફાર્મ ગેટ પેક હાઉસ – (એકમની સાઇઝ 9 મી x 6 મી), ૫) કલમોના બહોળા ઉત્પાદન માટે પ્લાન્ટીંગ મટીરીયલ, મધર બ્લોકની આયાત કરવા માટે (FPOs, FIGs, SHGs, સહકારી સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રો માટે), કોલ્ડ સ્ટોરેજ યુનિટ ટાઇપ-૧ ( CS-1), કોલ્ડ સ્ટોરેજ પ્રકાર-II ને C.A. સાથે CS-2-CA, સોલાર ક્રોપ ડ્રાયર (૨૪ કલાકના બેકઅપ સાથે), મુલ્યવર્ધન માટે સેકન્ડરી પ્રોસેસીંગ યુનિટ, (સંગ્રહ અને સંકલન કેન્દ્ર – 22.00 મીટર x 26.00 મીટર), પ્રાઇમરી/મીનીમલ પ્રોસેસીંગ યુનિટ, લો કોસ્ટ ડુંગળી/લસણના સંગ્રહ સ્ટ્રકચર માટે સહાય, મોબાઇલ પ્રીફુલીંગ યુનિટ, નાની નર્સરી (૦.૪ થી ૧ હે.), નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના કરવા સહાય, રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, નોન-પ્રેશરાઇઝ્ડ રાઇપનીંગ ચેમ્બર CS-3, પોલીહાઉસ /હાઇબ્રીડ /રીટ્રેક્ટેબલ માળખા માટે સહાય, નેટહાઉસ /એગ્રો ટેક્ષ્ટાઇલ નેટ હાઉસ માટે સહાય, વગેરે જેવા ૨૦ ઘટકોમાં બાગાયતી યોજનાઓનો લાભ લેવા તા.૦૯/૦૬/૨૦૨૫ સુધી દરેક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે.
બાગાયતદારોને ૨૦ ઘટકોમાં બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત પોર્ટલ ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.