Saturday, May 3, 2025

હીટ એન્ડ રન : ઘુંટુ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું કમકમાટીભર્યું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના જૂના ઘૂંટુ રોડ ઉપર આજે સવારના સમયે રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીનાં જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોના સિરામીક સામેના પુલ પર રોંગ સાઈડમાં આવતા ટ્રક (RJ-14-GN-6238) ના ચાલકે બાઈક (GJ-36-J-8608) ને હડફેટે લીધું હતું જેમાં બાઈકચાલક યુવાન ટ્રકના તોતીંગ વ્હીલ નીચે કચડાઈ જતા ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. બેફામ ટ્રક ચલાવી અકસ્માત સર્જનાર ટ્રકચાલક અને ક્લિનરને ઉપસ્થિત લોકોએ જાહેરમાં સરભરા કરીને પોલીસને સોંપ્યા હતા અને પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધવા આગળની તજવીજ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મૃતક બાઈકચાલક યુવાન વૈભવ ઉર્ફે કેયુર દલસુખભાઈ દલસાણીયા (ઉં.વ. 31) હાલ મોરબીના સામાકાંઠે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીના મારુતિનંદન એપાર્ટમેન્ટ રહેતો હતો અને મૂળ જાપોદળ, તા. વંથલી, જી. જૂનાગઢનો છે તેમજ ઉંચી માંડલ નજીક આવેલ મારબીલાનો સિરામીકમાં નોકરી કરતો હતો. આ ઉપરાંત મૃતક યુવાનના લગ્નને ચાર વર્ષ જેટલો સમય થયો હતો. આશાસ્પદ યુવાનના કમોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW