Friday, May 2, 2025

ખેલ મહાકુંભમાં જીલ્લાની જૂડો સ્પર્ધામાં 41 મેડલ સાથે અવ્વલ નંબરે હળવદની તક્ષશિલા વિદ્યાલય

Advertisement
Advertisement
Advertisement

જીલ્લાના કુલ 86 મેડલમાંથી 13 ગોલ્ડ સહિત 41 મેડલ મેળવી મોરબી જીલ્લામાં પ્રથમ નંબરે

હળવદ : તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાની જૂડો રમતની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોરબી જીલ્લાના અન્ડર-14 અને અન્ડર-17 એઈજ કેટેગરીના કુલ 86 મેડલમાંથી 13 ગોલ્ડ સહિત કુલ 41 મેડલ મેળવી હળવદની તક્ષશિલા વિદ્યાલયે મોરબી જીલ્લામાં પ્રથમ નંબર મેળવી ડંકો વગાડ્યો હતો જેમાં અન્ડર-14 ના વયજૂથમાં શાળાના દીપ મોરતરિયા, પ્રજાપતિ રાહુલ, અણિયારી લક્ષ્મણ, સોલંકી રીંકુ અને સોનગ્રા કૃપાલીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.

અન્ડર-17 ભાઈઓમાં કણસાગરા મનોજ, સેફાત્રા હરિ, મારુનિયા દશરથ, દેત્રોજા મેહુલ અને બહેનોમાં ઉકેડિયા મીના, પટેલ દિયા, ગઢાદરા અંજલિ અને અઘારા ધ્રુવિનીએ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય તક્ષશિલા સંકુલના કણઝરિયા પ્રાપ્તિ, વાઘેલા વિશાલ, અઘારા જયદીપ, દુધરેજિયા ધ્રુવરાજ, ગઢવી ધમભા, કુણપરા ધ્રુવરાજ, દેકાવાડીયા કિશન, સાકરિયા દિવ્યા, સથવારા ભૂમિ અને સોલંકી જિજ્ઞાસાએ વિવિધ એજ કેટેગરીમાં સિલ્વર મેડલ અને 18 વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવી સ્પર્ધામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

મોરબી જીલ્લામાં એક લાખ બાર હજારના ઈનામો સહિત જૂડોમાં મેડલ સાથે અવ્વલ નંબરે હળવદની તક્ષશિલા વિદ્યાલય રહી હતી. આ પ્રસંગે ખેલો ઈન્ડિયાના મેડાલિસ્ટ રેફરી અફરુદ્દીન ચૌવટ અને SAG ના કોચ નેહાબેન સોલંકી, તન્વીબેન બારડ, જૈનિષ મુંઘરા હાજર રહ્યા હતા. ઈન્સ્કુલ પ્રોજેકટ હેડ પૂજાબેન ઓરા અને પ્રકાશ જોગરાણાએ વિજેતા તમામ સ્પર્ધકોને તૈયારી કરાવી હતી.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW