મોરબી : મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા દિનેશભાઈ છગનભાઇ પાડલીયા (ઉં.વ. 52) એ કોઈ અગમ્ય કારણોસર પંચાસર રોડ ઉપર આવેલ પોતાના ખેતરમાં લીંબડાના ઝાડ સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરી છે.