Thursday, May 1, 2025

મોરબી ખાતે માનવ મંદિરના લાભાર્થે સતશ્રીની સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે સતશ્રી (સંસ્કૃતાચાર્ય) બીરાજીને કથાનું રસપાન કરાવશે.

ટંકારાના લજાઈ ગામ નજીક નિર્માણાધીન માનવ મંદિરના લાભાર્થે સમસ્ત પાટીદાર સમાજ મોરબી અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું તા. 21 મે થી 31 મે સુધી રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાનો સમય રાત્રે 8:30 થી 11:30 છે. આ સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન અને રામ રાજ્યભિષેક સહિતના પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજના પુત્ર વિહોણા, આર્થિક નબળા, નિરાધાર-અશક્ત વૃદ્ધ વડીલો માટે ટંકારા તાલુકાના લજાઈ ગામે, ભીમનાથ મહાદેવ મંદિર સામે અદ્યતન સુવિધાયુક્ત “માનવ મંદિર” (અનાથાશ્રમ) નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આશરે રૂ.12 કરોડના આ માનવ મંદિર પ્રોજેક્ટમાં હાલ રૂ.10 કરોડનું કામ પૂર્ણ થઈ ગયું છે.

Related Articles

Total Website visit

1,502,604

TRENDING NOW