ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC) દ્વારા હાલમાં જાહેર કરાયેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર Class-2 ભરતી પરિણામમાં નિખિલ જેન્તીભાઈ નિમ્બાર્ક સમગ્ર ગુજરાતમાં 5 માં ક્રમે પસંદગી પામેલ છે. પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે
મૂળ જનડા કંધેવાળીયા (વીંછિયા – રાજકોટ) ના અને હાલ રાજકોટ નિવાસી જેન્તીભાઇ નિમ્બાર્ક સામાન્ય ઇમિટેશનકામ કરી પેટીયું રળી પરિવારનું ગુજરાન ચલાવતા પિતાના પુત્ર નિખિલ નિમ્બાર્ક છેલ્લા 4 વર્ષથી GPSC પરીક્ષા તૈયારી કરી રહ્યા હતા , GPSC ની 7 જેટલી પરીક્ષામાં સતત નિષ્ફળતા મળી તેમ છતાં હિંમત હાર્યા વિના તેમનો સંઘર્ષ અને સિદ્ધિ હાંસલ કરવાની નેમથી પીછેહઠ કર્યા વિના અર્જુનની જેમ માત્ર લક્ષ્ય જ ધ્યાનમાં હોય તેમ વળગી રહી આપણી ગુજરાતી કહેવત અનુસાર “નિશાનચૂક માફ નહિ માફ નીચું નિશાન” સાર્થક કરી બતાવતા વન વિભાગ (ગુજરાત સરકાર) માં ફોરેસ્ટ ઓફિસર(Clasa-2)માં અંતે ઉત્તિર્ણ થતા હજારો યુવાન-યુવતીઓ માટે આ કિસ્સો પ્રેરણારૂપ બન્યો છે






