Tuesday, May 13, 2025

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બહુમાળી ભવનમાં અગાસી અને ગ્રાઉન્ડનું પાણી   જમીનમાં ઉતારવા માટે 16 રીચાર્જ બોર કરાવાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાલમાં રાજકોટ જિલ્લામાં કોઈ પણ સરકારી વિભાગની કચેરી, સ્કૂલ, કોલેજ માં અગાસી અને ગ્રાઉન્ડનું વરસાદી  પાણી માટે જમીનમાં ઉતારવા માટે રિચાર્જ બોર કરવાનો હોય તો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સરકારી કચેરીઓમાં કલેકટર પ્રભવ જોશી સાહેબ ના માર્ગદર્શન હેઠળ બહુમાળી ભવનમાં ૧૬ રીચાર્જ બોર કરવામાં આવ્યા. જેનું ઉદઘાટન રાજકોટના ધારાસભ્ય શ્રીમતી દર્શીતાબેન શાહ તથા રાજકોટ મનપાના દંડક શ્રી મનીષભાઈ રાડિયાના  વરદ હસ્તે કરવામાં આવેલ છે. જેનાથી વરસાદના મીઠા પાણી તળમાં ઉતરવાથી તળના પાણી  ઊંચા આવે છે. અત્યારે અલગ અલગ ૭ થી વધારે કચેરી માં રીચાર્જ બોર થઇ રહ્યા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧૧૧૧ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે તેમાંથી ૨૭૫ થી વધુ થઈ ગયા છે. તેમજ ૧૧૧૧૧ રીચાર્જ બોરના સંકલ્પ માંથી ૧૪૦૦ બોર થઇ ચુક્યા છે.

છેલ્લા વર્ષમાં ૪૬ ડિગ્રી તાપમાન થયું હોય, તો તેનું કારણ માત્રને માત્ર વરસાદના પાણી જે ૨૦ થી ૩૦ ફૂટે હતા. તે આજે ૫૦૦ થી ૨૫૦૦ ફૂટે ઊંડા જતા રહ્યા છે. આપણે વર્ષોથી જમીનમાંથી કુવા અને બોર દ્વારા પાણી ખેંચતા જ રહ્યા ખેંચતા જ રહ્યા. અને પાકા રોડ, રસ્તાઓ અને મકાનો થતા તેમજ ખેતર ના પાકમાં પેસ્ટીસાઈડ દવા અને ખાતર વપરાતા જમીન એકદમ હાર્ડ થઈ ગઈ છે. તેના હિસાબે જમીનની અંદર રેગ્યુલર વરસાદનું પાણી ઉતરતું નથી. સામાન્ય રીતે સરેરાશ ૪૦ થી ૫૦ ઇંચ વરસાદ થાય છે. તેમાંથી જાજા ભાગનું પાણી દરિયામાં વહી જાય છે. અને આપણી જાગૃતિ ના અભાવે વરસાદનું પાણી ખૂબ મહત્વનું હોય પણ આપણે તે પાણી નું જતન કરી શકતા નથી.

તો આપણે લોકો ગીરગંગા પરિવાર ટ્રસ્ટના વરસાદી પાણીના જતનના સંકલ્પને સાકાર કરવા અગાસી, ફળિયાના કે મોટા ગ્રાઉન્ડના પાણીને નીચાણ વાળા ભાગમાં ૨૦૦ ફૂટનો બોર કરીએ અને તેમાં હોલ વાળા કેસિંગ નાખીએ અને હોલ વાળી કેપ ઢાંકીએ ઉપરના ભાગમાં સિમેન્ટની કુંડી રાખીએ અને એના ઉપર હોલ વાળું ઢાંકણું ઢાંકીએ તેથી કોઈપણ પ્રકારનો કચરો અંદર ન જાય માત્ર ચોખ્ખું પાણી બોરની અંદર ઉતરે તેના માટે એક પાતળું કપડું પણ ઢાંકી શકાય. દરેક લોકો જો આ રીતે બોર કરે તો જમીનમાં પાણીના તળ ખુબ જ ઝડપથી ઉપર આવે અને આ પાણી લોકો પોતાના પરિવારમાં પીવા માટે ઉપયોગ કરે તો બીમારીઓ ખૂબ ઘટે છે. અને વૃક્ષો સાથે પ્રકૃતિને ખૂબ મોટો ફાયદો થાય છે. તેથી વાતાવરણ ખૂબ ઠંડુ રહે છે. અને  પશુ-પક્ષી, જીવ-જંતુ અને માનવજાત સાથે દેશ ની આર્થિક સધ્ધરતામાં  પણ વધારો થાઈ છે.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, અમેરિકા સ્થાયી હરીશભાઈ ભાલાણી, ગોપાલભાઈ બાલધા, મનીષભાઈ માયાણી,સંદિપભાઈ જોષી, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,503,543

TRENDING NOW