માળીયા : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમાં આવેલ અંબારામભાઈ છનારીયાની વાડી પાસે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત ઈસમોને માળીયા (મીં.) પોલીસે રોકડ રૂ. ૯૮,૭૦૦ સાથે ઝડપી પાડીને સાતેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માળીયા (મીં.) પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન માળીયાના જુના ઘાંટીલા ગામની કોઠારીયા સીમમાં આવેલ અંબારામભાઈ છનારીયાની વાડી પાસે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો કરીને જુગાર ranta પ્રવિણભાઇ બેચરભાઇ ભોરણીયા (ઉં.વ. ૫૦, રહે. દેવળીયા તા. હળવદ), પિયુષભાઇ લાલજીભાઇ વિઠલાપરા (ઉં.વ. ૩૮, રહે. ખાખરેચી તા. માળીયા), ચંદુલાલ જાદવજીભાઇ કાલરીયા (ઉં.વ. પર, રહે. રોહીશાળા તા. માળીયા), દિનેશભાઇ બાબુભાઇ લોલાડીયા (ઉં.વ. ૩૯, રહે. વેણાસર, તા. માળીયા), વિપુલભાઇ કાનજીભાઇ ગડેશીયા (ઉં.વ. ૨૮, રહે. નવા દેવળીયા, તા. હળવદ), ઘનશ્યામભાઇ હરીશીભાઇ ગઢવી (ઉં.વ. ૫૪, રહે. જુના ઘાંટીલા, તા. મોરબી) અને અંબારામભાઇ ગાંડુભાઇ છનારીયા (ઉં.વ. ૬૦, રહે. જુના ઘાંટીલા, તા.માળીયા) ને ઝડપી પાડીને રોકડ રૂ. ૯૮,૭૦૦ કબ્જે કર્યા હતા.