અમદાવાદની નારાયણી હોટલ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા મિસ ઈન્ડિયા ગ્રાન્ડ બ્યુટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રોજેક્ટના ઓર્ગેનાઈઝર અને ગાંધીધામના રહેવાસી પ્રિયંકા શર્મા વિજેતા બન્યા હતા આ કાર્યક્રમમાં મલાઈકા અરોરા પણ હાજર રહ્યા હતા.
ગાંધીધામથી મોડલિંગની શરૂઆત કરનાર પ્રિયંકા શર્માએ છેલ્લા 8 વર્ષની તટસ્થ મહેનતથી પોતાની એક છાપ ઉભી કરેલી છે અને વર્ષોની મહેનત બાદ તેઓ છેલ્લા બે વર્ષથી ટાઈટલ જીતતા આવી રહયા છે. પ્રિયંકા શર્માએ અયોધ્યામાં મિસ ઉતરપ્રદેશનો ટાઈટલ પણ પોતાના નામે કરેલ છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, માતા પિતાના આશીર્વાદ અને સાથે સાથે તેમના મિત્રો પણ તેમના કાર્યમાં સહભાગી રહ્યા છે. ગાંધીધામના સિદ્ધિવિનાયક મેન્સવેરના માલિક આનંદભાઈ ઠક્કરએ પણ ઘણો બધોસાથ સહકાર આપ્યો છે અને આગળ જતાં મિસ ઈન્ટરનેશનલમાં પણ ભાગ લઈ ટાઈટલ જીતવાની પ્રિયંકા શર્માએ આશા વ્યક્ત કરી હતી.