ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ખાતે આવેલ નકલંકધામ મંદિરે ગાદીપતિની રક્તતુલા અને વરીયા માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં ગામનાં યુવા આગેવાન અને ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાની ઉડીને આંખે વળગે એવી કામગીરીથી ગાદીપતિ મેહુલદાસબાપુએ પંકજભાઈનું સન્માન કર્યું હતું.
હડમતિયા નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા આજે સોમવારે નકલંકધામ મંદિરના ગાદીપતિ મેહુલદાસબાપુની રક્તતુલા વિધિ, રક્તદાન કેમ્પ અને વરીયા માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ હડમતિયા ગામના યુવા આગેવાન ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ આ પ્રસંગે હાજર રહી રક્તદાન કરીને “રક્તદાન મહાદાન” સુત્રને સાર્થક કર્યું હતું તેમજ ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ ગાદીપતિ મેહુલદાસબાપુના આશિર્વાદ લઈને બાપુને કહ્યું હતું કે, જરુર પડે ત્યારે ફક્ત ફોન કરજો પહોંચી જઈશ. ત્યારબાદ જમણવાર સ્થળે પાણીની સુવિધા અને રસોયાને ગંદકી ન કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રાત્રે માતાજીનાં નવરંગા માંડવામાં હાજર રહી વાજતે ગાજતે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.


